top
logo
અમારે 33 મહેમાનો ઓનલાઈન

સોફ્ટ્વેર જોબ

સોફ્ટવેર જોબ

લોગઇન/સભ્યપદ રજીસ્ટર કરો

તમારો અભિપ્રાય

સિંબર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ એકત્ર બની સર્વાંગી વિકાસ સાધે તેના માટે સર્વોત્તમ માધ્યમ શું છે..?
 

સિંબર સાયુજ્ય
Bodh Katha પી.ડી.એફ. ઇ-મેલ
સામાયિક - આધ્યાત્મિક
આના લેખક છે દિવ્યકાન્ત જોષી   
ગુરુવાર, 29 ડિસેમ્બર 2011 12:18

 

 

] રામનું નામ (બોધકથા)

એક વાર કોઈ એક પ્રસિદ્ધ સંતને કોઈ એ પૂછ્યું, 'મહારાજ ! તમારા દર્શને આવતાં દરેકે દરેક ભક્તોને તમે 'રામનું-ભાગવાનનું નામ' લેવાનું કહો છો, તેથી શું બધાં જ રામનું / ભગવાનનું નામ લેવાથી સ્વર્ગે પહોંચવાના કે?'
'ભાઈ !' સંતે કહ્યું, 'ટપાલની લાલ પેટીમાં નાખવામાં આવતાં બધા જ કાગળો શું એક જ જગ્યાએ જાય છે ?'
'ના મહારાજ ! એ તો જ્યાંનું સરનામું તેમાં કરેલું હોઈ ત્યાં જ જવાના ....'
'તો ભાઈ, આપણું પણ એમ જ છે. આપણે બધાં જ રામનું નામ લેવાથી કાંઈ સ્વર્ગે જવાના નથી. પરંતુ આપણા કર્મો અને કૃત્યો જે આપણા સરનામા જેવાં છે તે જેવાં હશે તેવા સ્થાને જ આપણે જવાના ...'
વાર્તા પરથી એટલું તો જરૂર સૌએ નક્કી કરવું જોઈએ કે જીવનમાં જેવું કર્મ કરીશું તેવું આપણે પામીશું., તો શા માટે સારા કર્મ કરવા નહિ...?

 Divyakant Joshi

 
સિંબર સાયુજ્ય પર આપનું ઉષ્માભર્યું સ્વાગત છે પી.ડી.એફ. ઇ-મેલ
સિંબર સાયુજ્ય એડમીનીસ્ટ્રેટર નો સંદેશ - સ્વયંસેવકો ની કલમે...
આના લેખક છે Janakkumar Joshi   
શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 11:22

                "સિંબર સાયુજ્ય" પર આપનું ઉષ્માભર્યું સ્વાગત છે. આપણા નજીક કે દુર ના સ્નેહી- સ્વજનો નું સાયુજ્ય એક વિશાળ ફલક પર સર્જાય તે માટે અમે આ પ્રયત્ન કર્યો છે. અમે માત્ર "સિંબર સાયુજ્ય" ના સર્જક અને  સ્વયંસેવકો  છીએ. " સિંબર સાયુજ્ય "  એ આપણ ને  ભૌગોલિક અંતર અવગણી ને સંપર્ક માં રેહવા મદદ કરે એવો પ્રયત્ન કરવા માં આવ્યો છે.  " સિંબર સાયુજ્ય "નો ઉદેશ્ય એ સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ના સમાજ ને એક્ત્ર કરી મજબૂત કરવા નો છે. આપના માટે નિચે મુજબ ના વિભાગ અને શ્રેણી માં લેખો લખવા માટે નો એક માળખું તૈયાર  કરી રહ્યા છીએ...ખાસ વાત તો એ છે આ માળખા ના આંતરીક બંધારણ તમારે તૈયાર કરવા નું છે, અને તે માટે આપ સહુ જ્ઞાતિજનો પાસે થી અહિં આપેલ શ્રેણી (વધું શ્રેણીઓ માટે આપના સુચનો આવકાર્ય છે, આ મુખ્ય મેનુ તમે ઉપભોક્તા ખાતુ ખોલાવ્યા  પછી જોઇ શક્શો ) માં લેખો આપવા નમ્ર વિનંતિ છે.  આપના પ્રતિભાવો અને સુચનો  આપના પ્રતિભાવ વિભાગ ની  "સિંબર સાયુજ્ય" નો સર્જન અને ઉપયોગ શ્રેણી માં મોક્લી આપવા વિનંતિ.

છેલ્લે સંપાદન શુક્રવાર, 29 મે 2009 22:33 ના થયુ
વધુ વાંચો...
 
સોફ્ટવેર ( Virtual Team ) માટે તમારો સ્કિલ સેટ આપો પી.ડી.એફ. ઇ-મેલ
જોબ - રીક્રુયુટ્મેન્ટ - સોફ્ટ્વેર જોબ્સ
આના લેખક છે Janakkumar Joshi   
શુક્રવાર, 05 માર્ચ 2010 12:56
       સોફ્ટવેર (Virtual Team) માટે તમારો સ્કિલસેટ આપો

 

સુજ્ઞ જ્ઞાતિજનો,

                    આપણું " સિંબર સાયુજ્ય" દ્વિતિય વર્ષ માં પ્રવેશ કરી ચુક્યું છે. તે સાથે જ્ઞાતિ ની ઊભરતી પ્રતિભાઓ માટે સોફ્ટવેર ક્ષેત્ર માં પ્રારંભિક સ્તર થી એક્સ્પર્ટ સ્તર સુધી ની યોગ્યતા ધરાવતા લોકો ને કામ કરવા ની તક આપવા માટે વિશેષ આયોજન કરવા માં આવ્યું છે. આ તક મેળવવા ઈચ્છતા ઉમેદવારો ડાબી બાજું ના સ્તંભ મા સોફ્ટવેર જોબ / યુઝર મેનુ  દ્વારા પોતાનો  સ્કિલસેટ અમને મોકલી શકે છે

 

છેલ્લે સંપાદન રવિવાર, 07 માર્ચ 2010 22:42 ના થયુ
 
સિંબર સાયુજ્ય ટીમ નું વસ્તિપત્રક ભરવા આહવાહન પી.ડી.એફ. ઇ-મેલ
સિંબર સાયુજ્ય એડમીનીસ્ટ્રેટર નો સંદેશ - પ્રબંધન માટે ની આવશ્યક સુચનાઓ
આના લેખક છે Janakkumar Joshi   
શનીવાર, 28 ફેબ્રુઆરી 2009 12:44
સિંબર સાયુજ્ય ટીમ આપને સંગઠીત થવા આહવાહન  આપે છે. આપણી સિંબર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ નું સંગઠન બનાવવા ના પ્રયાસ માટે આપ સહુ નો સહીયારો પ્રયાસ આવશ્યક છે.
છેલ્લે સંપાદન બુધવાર, 10 માર્ચ 2010 16:28 ના થયુ
વધુ વાંચો...
 
ટેક્નોલોજી પી.ડી.એફ. ઇ-મેલ
કાવ્ય - સાહિત્ય મંજુષા - કાવ્યો
આના લેખક છે Sudhir kumar A. Joshi   
મંગળવાર, 09 માર્ચ 2010 06:10

            

         ટેક્નોલોજી

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજી તો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે,
‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જુઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને ‘મરસીડીઝ’માં આમતેમ ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘રજની’ હવે? ‘
ઇલેક્ટી્ક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

 

Nice

 

 

 

છેલ્લે સંપાદન મંગળવાર, 06 એપ્રીલ 2010 09:35 ના થયુ
 
« શરૂ કરવુંપહેલાનું12345પાસેનુંઅંત »

પૃષ્ઠ 1 નું 5

bottom
top

મુલાકાતીઓ ની સંખ્યા

mod_vvisit_countermod_vvisit_countermod_vvisit_countermod_vvisit_countermod_vvisit_countermod_vvisit_counter
mod_vvisit_counterઆજે40
mod_vvisit_counterગઇકાલે197
mod_vvisit_counterચાલું સપ્તાહ1240
mod_vvisit_counterચાલું માસ3316
mod_vvisit_counterએકંદર કુલ97512

લેખો નો સંગ્રહ

લોકપ્રિય લેખો

તાજા લેખો


bottom

સિંબર સાયુજ્ય ટીમ દ્વારા નિર્મિત અને સંચાલિત